VIDEO:વડોદરામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે એસી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી
સોર્સ : gstv
વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન ૩૦ નવી એસી ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્ર સરકારની પીએમ ઈ-બસ સેવ' હેઠળ વડોદરા માટે કુલ ૨૫૦ બસો મંજૂર થઈ છે, જેના ભાગરૂપે આ ગ્રીન પરિવહન શરૂ કરાયું છે. ઝીરો એમિશન ટેકનોલોજી આધારિત આ બસોમાં સુરક્ષા માટે સીસીટીવી, જીપીએસ, ફાયર સિસ્ટમ અને મુસાફરો માટે ડિજિટલ ટિકિટિંગ તથા 'પિંક સીટ્સ' જેવી આધુનિક સુવિધાઓ છે. બસોના ચાર્જિંગ માટે ગોત્રી અને મકરપુરા સહિત પાંચ સ્થળોએ સ્ટેશન બનાવાયા છે, જે શહેરના જાહેર પરિવહનને પર્યાવરણપ્રેમી અને સુવિધાજનક બનાવશે.

