Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Are the lives of workers cheap in Vadodara? Viral video of workers' dangerous journey sitting on pallets on Waghodia Highway

VIDEO: વડોદરામાં શ્રમિકોના જીવ સસ્તા? વાઘોડિયા હાઈવે પર પોટલાં ઉપર બેસીને શ્રમિકોની જોખમી મુસાફરીનો વાયરલ વીડિયો

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા ફોરલેન હાઈવે પરથી કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાઘોડિયાની હદમાં ધોમધખતા તાપમાં શ્રમિકોના જીવને જોખમમાં મૂકીને કરાતી મુસાફરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ખાનગી વાહન ચાલકો પૈસાની લાલચમાં માનવ જિંદગી સાથે રમત રમી રહ્યા છે.

App Store

નિયમોના ઉડ્યા ધજાગરા
મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ પર મધ્યપ્રદેશ પાસિંગની ઈકો અને બોલેરો જેવી ગાડીઓ જોવા મળી હતી. આ ગાડીઓની અંદર તો મુસાફરો ખીચોખીચ ભરેલા હતા જ, પરંતુ ગાડીના છાપરે પણ સામાનના પોટલાં ઉપર પોટલાં ખડકાયેલા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, તે સામાનના પોટલાંની ઉપર પણ શ્રમિકો જીવના જોખમે બેસીને મુસાફરી કરી રહ્યા હતા. 40 ડિગ્રીથી વધુના તાપમાં આ શ્રમિકો ખુલ્લા છાપરે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

તંત્રની બેદરકારી કે મિલીભગત?
હાઈવે પર સતત પેટ્રોલિંગ અને રોડ સેફ્ટીની વાતો કરતી ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ અત્યારે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આટલી જોખમી રીતે દોડતા વાહનો અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઊભું કરી રહ્યા છે. જો અચાનક બ્રેક મારવી પડે કે વાહન પલટી જાય, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. તેમ છતાં, આવી ગાડીઓ સામે કોઈ કાર્યવાહી ન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

આજીવિકા માટે વતન પરત ફરતા કે મજૂરીએ જતા આ ગરીબ શ્રમિકો માટે કોઈ સુરક્ષિત વ્યવસ્થા ન હોવાથી તેઓ આવા જોખમી પ્રવાસ માટે મજબૂર બને છે. હવે જોવાનું એ રહે છે કે આ વાયરલ વીડિયો બાદ પોલીસ તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે?