Vadodra news: શહેરમાં હોર્ડિંગ્સ મામલે બિચક્યો, જાણો શું છે સમગ્ર વિવાદ

સોર્સ : gstv
વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આચારસંહિતા ભંગના આક્ષેપોને લઈ વહીવટી તંત્ર સવાલોના ઘેરામાં આવ્યું છે. શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને જાહેર માર્ગો પર ચાલી રહેલા ખોદકામ મામલે વિવાદ વકર્યો છે. ખાસ કરીને ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા તંત્રની નિષ્પક્ષતા પર ચર્ચાઓ જાગી છે.જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે જાહેર માર્ગો પરથી આ હોર્ડિંગ્સ તાત્કાલિક દૂર કરી જવાબદારો સામે ગુનો નોંધવામાં આવે.

