Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara, a city bus driver's negligence caused a derailment while driving

Vadodaraમાં સિટી બસ ચાલકની બેદરકારી, ડ્રાઇવિંગ દરમિયાન રીલ બનાવી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Vadodaraમાં સિટી બસ ચાલકની બેદરકારી, ડ્રાઇવિંગ દરમિયાન રીલ બનાવી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા
સોર્સ : gstv

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રિક બસ સેવાને લઈને વિવાદ સર્જાયો છે. દોડતી બસમાં ડ્રાઇવર સ્ટિયરિંગ પર પૂરતું ધ્યાન આપવાના બદલે મોબાઈલમાં રીલ બનાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. 

App Store

ડ્રાઇવરની બેદરકારીથી મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા

વાયરલ વીડિયોમાં ઈલેક્ટ્રિક બસનો ડ્રાઇવર બસ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રીલ બનાવતો જોવા મળે છે. ડ્રાઇવરની આ બેદરકારીથી બસમાં મુસાફરી કરતા લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાહેર પરિવહનમાં ડ્રાઇવરે વાહન ચલાવતી વખતે સંપૂર્ણ ધ્યાન માર્ગ પર રાખવું જરૂરી હોવા છતાં મોબાઈલનો ઉપયોગ કરવામાં આવતાં સુરક્ષા નિયમોના પાલન અંગે પ્રશ્નો ઉઠ્યા છે. 

VMC ડ્રાઈવર સામે પગલાં લેશે?

સોશિયલ મીડિયામાં વીડિયો ઝડપથી વાયરલ થતાં વડોદરા મહાનગરપાલિકાના જાહેર પરિવહન તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. આજના સમયમાં સોશિયલ મીડિયાનું વધતું વળગણ લોકોને રીલ અને વાયરલ થવાની હોડ તરફ દોરી રહ્યું છે. કેટલાક લોકો અવનવા અખતરા કરતા હોય છે, જેના કારણે ક્યારેક પોતાનો તો ક્યારેક બીજાના જીવ પણ જોખમમાં મુકાય છે.