Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : The first rains in Vadodara opened the polls of municipal claims

VIDEO: વડોદરામાં પ્રથમ વરસાદે જ ખોલી પાલિકાના દાવાઓની પોલ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ મહાનગરપાલિકાના 'સ્માર્ટ' વિકાસના દાવાઓની હવા નીકળી ગઈ છે. ગોત્રીના હરિનગર વિસ્તારમાં વોર્ડ નંબર ૧૧માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.શહેરમાં પડેલા પ્રથમ વરસાદને કારણે રસ્તાઓ પોચા પડી જતાં, પાલિકાનું જ ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતું વાહન રસ્તામાં પડેલા એક વિશાળ ભૂવામાં ફસાઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે, જો પાલિકાનું વાહન જ રસ્તામાં ગરકાવ થઈ જતું હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? આ ઘટનાએ પાલિકા દ્વારા કરવામાં આવતી રોડ, ગટર અને ડ્રેનેજની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે, તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને શું કાર્યવાહી કરે છે.

App Store