VIDEO: ડભોઈના ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આવ્યો સુખદ અંત
સોર્સ : GSTV
ડભોઈમાં જુવારના ટેકાના ભાવમાં વધારો કરવાની માંગ સાથે છેલ્લા 5 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉપવાસી ખેડૂતોને પોતાના હાથે શરબત પીવડાવી અને મીઠાઈ ખવડાવીને પારણા કરાવ્યા હતા. આ અગાઉ ખેડૂતોની ન્યાયિક માંગણીને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. ત્યારબાદ ગઈકાલે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જ્યાં સીએમ તરફથી મળેલી હકારાત્મક ખાતરી બાદ ખેડૂતોએ ઉપવાસ આંદોલન સમેટવાનો મોટો નિર્ણય લીધો હતો. આ સફળ મધ્યસ્થી બાદ ખેડૂતો અને વહીવટીતંત્રે મોટી રાહત અનુભવી છે.

