Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Strong action against inedible feeding units in Vadodara

VIDEO: વડોદરામાં અખાદ્ય ખોરાક ખવડાવતા એકમો સામે આકરી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના ઉત્તર ઝોનમાં ફૂડ સેફ્ટી ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધરીને આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. અમિત કોમ્પલેક્ષના ભાવિતા વિઝન સ્ટોરમાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ વગરના જોખમી પદાર્થો મળતા, અખાદ્ય જથ્થાનો નાશ કરી સ્ટોર સીલ કરાયો હતો. બીજી તરફ, કારેલીબાગની અપના પંજાબ રેસ્ટોરન્ટના રસોડામાંથી ૭૦ કિલોથી વધુ સડેલા શાકભાજી મળી આવતા તેને નષ્ટ કરી ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આ ઉપરાંત સમા-સાવલી રોડ પર આવેલી જાણીતી હરિ ઓમ દાળબાટી રેસ્ટોરન્ટમાં ક્ષતિઓ જણાતા પાંચ હજાર રૂપિયાનો  દંડ વસુલાયો.

App Store