VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડ મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાનું વડોદરામાં મોટું નિવેદન
સોર્સ : gstv
વડોદરા ખાતે યોજાયેલા ‘ખેલો ઇન્ડિયા સંવાદ’ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગર લઠ્ઠાકાંડ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી છે અને સારવાર માટે મહારાષ્ટ્રથી વિશેષ 100 ઇન્જેક્શન પણ મંગાવવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ SMCની રચના કરી તપાસ શરૂ કરાવી હતી. હાલ SMC ની અલગ-અલગ ટીમો અન્ય રાજ્યોમાં મોકલીને તપાસ કરી રહી છે. સરકારે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે અને તમામ જવાબદારો સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે.

