VIDEO: ભાવનગરમાં બેફામ એસટી બસે સર્જ્યો ગોઝારો અકસ્માત, ૨ લોકોના મોતની આશંકા
સોર્સ : gstv
ભાવનગરમાં સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર ટકરાતા ભારે અફરાતફરી મચી ગઈ છે. પૂરપાટ ઝડપે આવી રહેલી આ બસના ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવતા અને બ્રેક ન લાગતા બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને દીવાલ સાથે ભટકાઈ હતી. આ કરૂણ અકસ્માતમાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈને બેસેલા એક મહિલા સહિત બે લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટના બનતા જ સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને મૃતકો સહિત તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બસને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.

