VIDEO: ભાવનગરમાં નકલી દારૂ કાંડ બાદ રાજકોટ શહેર પોલીસ એક્શનમાં
સોર્સ : gstv
ભાવનગરમાં નકલી દારૂ કાંડ બાદ રાજકોટ શહેર પોલીસ એક્શનમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ શહેરમાં કુલ 130 જેટલા ગુનાઓ નોંધાયા છે, જ્યારે દારૂ પીધેલી હાલતમાં 8 જેટલા શખ્સોને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. દારૂના વેચાણ અને સેવનને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ પોલીસે અગાઉ પણ છેલ્લા બે મહિનામાં પ્રોહિબિશન સાથે સંકળાયેલી ટોળકીઓ સામે બે ગુજકટોક હેઠળ ગુના નોંધ્યા છે. આ ઉપરાંત ગેરકાયદે દારૂની પ્રવૃત્તિ અંગે માહિતી આપવા રાજકોટ પોલીસે કોન્ટેક્ટ નંબર જાહેર કર્યો છે.

