VIDEO: વડોદરામાં ગુમ થયેલી મહિલાની સળગેલી લાશ મળતાં હત્યાનો ભેદ ઉકેલાયો!
સોર્સ : gstv
વડોદરા જિલ્લાના સાવલીની રહેવાસી લક્ષ્મીબેન નોકરીના ઈન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં લક્ષ્મીબેન વિષ્ણુ મકવાણા સાથે બાઈક પર જતા જોવા મળ્યા હતા. ગુતાલ ગામ તરફ ગયા બાદ લક્ષ્મીબેનના ફોન પર અન્ય વ્યક્તિનો વીડિયો કોલ આવતા ઉશ્કેરાયેલા વિષ્ણુએ ઝઘડો કરી તેમની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા મૃતદેહને ઘાસના પુડામાં સળગાવી દીધો હતો. ૫૦થી વધુ સીસીટીવી તપાસી વડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા આરોપી વિષ્ણુ મકવાણાની અટકાયત કરી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી લીધો છે.

