VIDEO: વડોદરામાં ડીજે મુદ્દે પરિવાર પર હુમલો, ત્રણ લોકો ઘાયલ
સોર્સ : gstv
વડોદરાના રૂપમ સિનેમા પાસે આવેલા ભાંટવાડા વિસ્તારમાં મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. ડીજેના વાયર નીકળવાના મુદ્દે એક પરિવાર સાથે કેટલાક લોકોનો ઝઘડો થયો હતો. મામલો ઉગ્ર બનતા 10થી 15 જેટલા લોકોએ પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાના આક્ષેપ છે. મારામારીમાં પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત ચારથી પાંચ લોકોને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ, થોડા મહિના અગાઉ પણ તેમની સાથે મારામારીની ઘટના બની હતી. હવે ફરીથી હુમલો થતાં પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

