Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Emotional immersion of Mataji idols in Vadodara

VIDEO: વડોદરામાં શ્રદ્ધાભેર દશામાં માતાજીની મૂર્તિઓનું ભાવુક વિસર્જન

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં દશામાં પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી માતાજીની આરાધના અને ભક્તિ કર્યા બાદ શ્રદ્ધાળુઓએ ભાવુક વાતાવરણમાં દશામાં માતાજીને વિદાય આપી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોડી રાત્રિથી વિસર્જન સવારીઓ રાજમાર્ગો પર નીકળી હતી. ઢોલ-નગારાના તાલ અને માતાજીના જયઘોષ સાથે ભક્તો મૂર્તિઓને વિસર્જન માટે લઈ ગયા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ આઠ કૃત્રિમ તળાવો અને વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. આઠેય સ્થળોએ અંદાજે દસ હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. મેયર ગીતાબેન મકવાણા સહિત કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News