VIDEO: વડોદરામાં તાંત્રિકના ત્રાસથી યુવતીનો આપઘાત, ઢોંગી બાપુ જેલહવાલે
સોર્સ : gstv
વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી યુવતીના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બીમારી સાજી કરવાના બહાને ગિરીશ ઉર્ફે બાપુ નામના તાંત્રિકે યુવતીની છાતી પર ચુડેલ હોવાનો ડર બતાવી વારંવાર શારીરિક અડપલાં કર્યા હતા અને આશરે 1 લાખ પડાવ્યા હતા. તાંત્રિકના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો હતો. એસીપી જી. બી. બાભણીયાના જણાવ્યા અનુસાર, આરોપીએ યુવતીના વાળ કાપ્યા હતા તેમજ મધ અને માળા આપી ટોટકા કરાવ્યા હતા. સામાજિક ડરથી પરિવાર ચૂપ રહ્યો હતો, પરંતુ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીને જેલહવાલે કર્યો છે.

