VIDEO: વડોદરામાં ફ્લેટમાં ધાર્મિક સ્થાપના મુદ્દે રહીશો વચ્ચે વિવાદ અને હાથાપાઈ
સોર્સ : gstv
વડોદરાના આજવા રોડ સ્થિત શ્રીજી આશ્રય સોસાયટીમાં ફ્લેટમાં કરાયેલી ધાર્મિક સ્થાપનાના દર્શનાર્થે અજાણ્યા લોકોની મોટી સંખ્યામાં અવરજવર વધતાં સ્થાનિક રહીશોમાં સુરક્ષાને લઈને રોષ વ્યાપ્યો છે. દર્શનાર્થીઓને ટોકતાં વાત વણસી હતી અને સ્થાનિકો તથા 'માસી બા'ના સમર્થકો વચ્ચે ચકમક ઝરતાં હાથાપાઈ સુધી મામલો પહોંચ્યો હતો. આ અંગે છ મહિના અગાઉ બાપોદ પોલીસને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અસુરક્ષિત અનુભવતા સોસાયટીના રહીશોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે.

