Vadodara: SOGની મોટી કાર્યવાહી, પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે યુવક ઝડપાયો

સોર્સ : GSTV
વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને (SOG) મોટી સફળતા મળી છે. શહેરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા એક શખ્સને બાતમીના આધારે ઝડપી પાડી, તેની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SOGની ટીમે આ દરોડા દરમિયાન શેફાન ઉર્ફે બાબા મેમણ નામના યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી અલગ-અલગ ફ્લેવરની 'મેડ ઇન ચાઈના' બનાવટની ઈ-સિગારેટના કુલ 487 બોક્સ મળી આવ્યા છે. પોલીસે કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે બાપોદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

