Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : rb.gy/Nari-Sanrakshan-Gruh-Marriage

VIDEO: વડોદરાના નારી સંરક્ષણ ગૃહની દીકરી 'દીપા'ના અમદાવાદના એન્જિનિયર સાથે મંગલ ફેરા, ધારાસભ્યએ કન્યાદાન કરી પિતાની ફરજ નિભાવી

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સંસ્કારી નગરી વડોદરાના નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં આજે એક ભાવુક અને આનંદદાયક પ્રસંગ જોવા મળ્યો હતો. 5 મહિનાની હતી ત્યારે વડોદરા બસ સ્ટેન્ડ પર ત્યજી દેવાયેલી અનાથ દીકરી દીપા આજે અમદાવાદના યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાઈ છે. સંરક્ષણ ગૃહમાં ગુંજેલી શહેનાઈઓએ સાબિત કર્યું છે કે જ્યારે સમાજ અને તંત્ર સાથે મળે ત્યારે અનાથ દીકરીને પણ સનાથ કરી શકાય છે.

App Store

100 બાયોડેટામાંથી પસંદગી
દીપા માટે યોગ્ય વરની શોધ કરવામાં નારી સંરક્ષણ ગૃહ દ્વારા ખૂબ જ ચીવટ રાખવામાં આવી હતી. અંદાજે 100 જેટલા બાયોડેટાની ચકાસણી કર્યા બાદ અમદાવાદમાં રહેતા અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર એવા યુવકની પસંદગી કરવામાં આવી હતી. વરપક્ષ પણ વાજતે-ગાજતે જાન લઈને નિઝામપુરા પહોંચ્યું હતું અને દીપાને પોતાના પરિવારના સભ્ય તરીકે હોંશે-હોંશે સ્વીકારી હતી.

ધારાસભ્યએ કર્યું કન્યાદાન
આ લગ્ન પ્રસંગે વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પિતાની ભૂમિકા ભજવી દીપાનું કન્યાદાન કર્યું હતું. લગ્ન વિધિ દરમિયાન ધારાસભ્ય પોતે હાજર રહ્યા હતા અને દીકરીને આશીર્વાદ આપ્યા હતા. આ તકે વડોદરાના પોલીસ કમિશનર નરશીમાં કોમાર સહિત અનેક મહાનુભાવોએ હાજર રહી નવદંપતીને સુખી જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

અનાથથી સનાથ સુધીની સફર
વર્ષો પહેલા બસ સ્ટેન્ડ પરથી મળી આવેલી દીપા માટે સંરક્ષણ ગૃહ જ તેનું ઘર હતું. આજે તેને એક નવો પરિવાર અને જીવનસાથી મળતા તેની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. આ પ્રસંગે નારી સંરક્ષણ ગૃહના સંચાલકો અને સ્ટાફમાં પણ દીકરીની વિદાય વેળાએ લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. આધુનિક ટેક્નોલૉજીના યુગમાં પણ સામાજિક મૂલ્યો અને માનવતાના દર્શન કરાવતો આ પ્રસંગ વડોદરા માટે યાદગાર બની રહેશે.