Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Misappropriation of Rs 6.50 lakhs in Savli's milk company: Case registered against minister

VIDEO : સાવલીની દૂધ મંડળીમાં ૬.૫૦ લાખની ઉચાપતઃ મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના સાવલી તાલુકાના લોટ ગામની સહકારી દૂધ મંડળીમાં ૬.૫૦ લાખની ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે. ડેરીના નાણાં બેંકમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં લીધા હોવાના આક્ષેપ સાથે ડેરીના મંત્રી લાલસિંહ અર્જુનસિંહ પરમાર વિરુદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.વાર્ષિક ઓડિટ પ્રક્રિયા દરમિયાન કુલ ૬,૫૦,૩૯૦ની રકમની નાણાકીય ગેરરીતિ પકડાઈ હતી, જેમાં આરોપીએ પોતાની જવાબદારી સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉપેન્દ્રસિંહ મનુસિંહ ચૌહાણે સાવલી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:gstvvadodarasavli