VIDEO: વડોદરામાં રામનાથ તળાવના બ્યુટીફિકેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ: કરોડો ખર્ચ્યા છતાં ગંદકીનું સામ્રાજ્ય
સોર્સ : GSTV
વડોદરાના બાવરી કુંભારવાડા અને ગાજરવાડી વિસ્તારમાં આવેલ રામનાથ તળાવના કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા બ્યુટીફિકેશન કામગીરીવિરુદ્ધ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. શહેરના નવનાથમાંના એક રામનાથ મહાદેવ મંદિરને અડીને આવેલા આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોવાનો આક્ષેપ છે. યોગ્ય લાઇટિંગ અને સુરક્ષાનો અભાવ તથા વૃક્ષારોપણની કામગીરી નિષ્ફળ નીવડી હોવાની ફરિયાદો થઈ રહી છે.વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કોર્પોરેટરેવિસ્તારની મુલાકાત લીધી હતી. સ્થાનિકો દ્વારા તળાવની યોગ્ય જાળવણી, સુરક્ષા અને વ્યવસ્થિત કામગીરીની માંગ કરવામાં આવી છે.

