Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Waiting for justice in Nasirnagar, victims express anger against the system

VIDEO : નાસીરનગરમાં ન્યાયની રાહ, પીડિતોનો તંત્ર સામે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના નાસીર નગરમાં ડિમોલિશન થયાને ૧૬મો દિવસ પૂરો થયો હોવા છતાં, અસરગ્રસ્ત લોકોને હજુ સુધી કોઈ ન્યાય કે વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી. ચોમાસાની સિઝન શરૂ થતાં જ હવે અહીંના સ્થાનિક લોકોને વરસાદનો મોટો ડર સતાવી રહ્યો છે. ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બનેલા લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે, હવે વરસાદ આવે કે ગમે તે થાય, અમે અહીંથી ક્યાંય જવાના નથી અને આ જ જગ્યા પર રહીશું. બીજી તરફ, આ મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કમિટીની રચના તો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ આ કમિટી માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને જમીની સ્તરે પીડિતોની વહારે કોઈ આવ્યું નથી.

App Store
ટોપિક્સ:gstvgstv newssuratdemolition