VIDEO Breaking : સુરત નાસીરનગર ડિમોલિશન વિવાદ: કાર્યવાહી બાદ જાગેલું પાલિકા તંત્ર ગુપ્તરીતે નકશા શોધવા સીટી સર્વે કચેરી પહોંચ્યું
સોર્સ : gstv
સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. ડિમોલિશન કાર્યવાહી બાદ પાલિકાની ટીમ રસ્તાના રેકોર્ડ અને નકશા શોધવા માટે સીટી સર્વે વિભાગ પહોંચી હતી. રસ્તાનું ડિમાર્કેશન કર્યાનો દાવો કરતી પાલિકા હવે કાર્યવાહી બાદ રસ્તાનો મૂળ નકશો શોધી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શુક્રવારે ટીપી વિભાગના ટાઉન પ્લાનરો ગુપ્તરીતે સીટી સર્વે કચેરી પહોંચ્યા હતા અને નોંધ નંબર સંબંધિત જમીનના દસ્તાવેજો અને નકશાઓની તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

