Vadodara: મેડિકલ સ્ટોરમાં લાગી ભીષણ આગ, દવાઓ સહિત મેડિકલ સામાન બળીને ખાખ

સોર્સ : GSTV
વડોદરામાં કોયલીના સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે અચાનક જ આગ લાગી ગઈ હતી, જેમાં દાવાઓ સહિત આખો મેડિકલ સ્ટોર બળીને ખાખ થઈ ગયો હતો. સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા વિસ્તારનો આ સૌથી મોટો મેડિકલ સ્ટોર છે. ઘટનાની જાણ થતાં જ મેડિકલ ઘટના સ્થળે વડોદરા ફાયર બિગ્રેડ ની ટિમોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

