Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Halol/ Doctor refuses treatment, tragic death of pregnant woman and unborn child,

Halol/ ડોક્ટરે સારવારનો ઇનકાર કરતાં પ્રસૂતા અને ગર્ભમાં રહેલા બાળકોનું કરુણ મોત, પરિવારજનોની  હત્યાનો ગુનો નોંધવા માંગ

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હાલોલમાં એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ગર્ભમાં જોડિયા બાળકો સાથેની એક પ્રસૂતાનું ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા અંતિમ સમયે સારવાર કરવાનો ઇનકાર કરવાથી રસ્તામાં જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આક્રોશિત પરિવારજનોએ ડોક્ટર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગણી કરી છે.

App Store

નવ મહિનાની સારવાર બાદ અંતિમ ક્ષણે હાથ ખંખેર્યા

હાલોલમાં રહેતી 22 વર્ષીય પાયલ દંતાણીના ગર્ભમાં જોડિયા બાળકો હતા. પાયલની છેલ્લા નવ મહિનાથી હાલોલની અંકુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે સવારે પ્રસુતિનો સમય નજીક આવતા પરિવારજનો પાયલને અંકુર હોસ્પિટલમાં લઈ ગયા હતા.

પરંતુ, ગંભીર બાબત એ છે કે નવ મહિના સુધી સારવાર કરનારા ડોક્ટરે અંતિમ અને સંવેદનશીલ સમયે સારવાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.  અને પાયલને સરકારી દવાખાને લઈ જવાનું કહીને રજા આપી દીધી હતી.

રસ્તામાં જ મોત

ડોક્ટરના ઇનકાર બાદ પરિવારે તાત્કાલિક પાયલને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાનું શરૂ કર્યું હતું. જોકે, હૉસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં પાયલનું દુઃખદ મોત થયું હતું. માતાનું મૃત્યુ થતાં ગર્ભમાં રહેલા તેના જોડિયા બાળકોનું પણ મોત નીપજ્યું હતું.

પરિવારજનોએ હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી

નવ મહિના સુધી વિશ્વાસ રાખીને સારવાર કરાવ્યા બાદ, અંતિમ સમયે ડોક્ટરની બેદરકારીના કારણે પાયલનું તેના જોડિયા બાળકો સાથે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. પાયલના પરિવારજન કિશોરભાઈ દંતાણી, મધુબેન દંતાણી અને રવિનાબેન દંતાણીએ આ ઘટના માટે ડોક્ટરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે અને તાત્કાલિક અસરથી જવાબદાર ડોક્ટર સામે હત્યાનો ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.