Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Girl seeks permission to commit suicide as police do not file a case

Vadodra news: પોલીસે ગુનો દાખલ નહીં કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માંગી, જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Vadodra news: પોલીસે ગુનો દાખલ નહીં કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માંગી, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : GSTV

વડોદરામાં રહેતી યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે, અગાઉ હું  ૧૬ વર્ષની હતી  ત્યારે મારા જ્ઞાાતિના યુવક સાથે ત્રણ વર્ષ અગાઉ સગાઇ થઇ હતી. મારી ઉંમર ૧૮ વર્ષની થયા પછી  લગ્ન કરવાનું નક્કી થયું હતું.સગાઇ પછી મને લઇને યુવકના  પરિવારજનો ધાર્મિક સ્થળે પણ ગયા હતા. મારી ઉંમર ૧૮ વર્ષની થયા પછી લગ્નની વાત કરતા યુવકના પરિવારે લગ્નની ના પાડી દીધી હતી.

App Store

સગાઇ દરમિયાન યુવકે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતા મેં ના  પાડી 

સગાઇ દરમિયાન યુવકે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતા મેં ના  પાડી દેતા મારી સાથે મારઝૂડ કરી સગાઇ તોડી નાખવાની  તેમજ સમાજમાં ધમકી આપી હતી. યુવતીએ મુખ્ય મંત્રીને અરજી કરી જણાવ્યું છે કે, બે મહિના થવા છતાંય પોલીસે ગુનો દાખલ નહીં કરતા મને આત્મહત્યાની  પરવાનગી આપો.