વડોદરાના દશરથ વિસ્તારમાં ગોડાઉનમાં ભીષણ આગ: લાકડાનો જંગી જથ્થો અને ટેમ્પો બળીને ખાખ

સોર્સ : gstv
વડોદરા શહેરની આસપાસમાં આવેલા ગોડાઉનનોનું જોખમ દિવસે દિવસે વધી રહ્યું છે અને તેની ફાયર સેફટી અંગે સતર્કતા નહીં રખાતા મોટી દુર્ઘટના સર્જાવવાનું જોખમ ઊભું થયું છે. આવા સમયે વડોદરાના દશરથ વિસ્તારમાં ગઈ રાત્રે ગોડાઉનમાં આગ લાગતા લાકડાનો જંગી જથ્થો ખાખ થઈ ગયો હતો.
દશરથના ઇન્દિરા નગર રોડ ઉપર આવેલા ખુલ્લા ગોડાઉનમાં વિદેશ પાર્સલ માટે ઉપયોગમાં લેવાતા લાકડાનો જંગી જથ્થો મૂકવામાં આવ્યો હતો. જે દરમિયાન ગઈકાલે રાત્રે કોઈ કારણસર આગ લાગતા ઝડપભેર આગ પ્રસરી હતી.
ઉપરોક્ત સ્થળે પાર્ક કરાયેલો એક ટેમ્પો પણ આગની ચપેટમાં આવી ગયો હતો. ફાયર બ્રિગેડની જુદી-જુદી બે ટીમો કામે લાગી હતી અને પાંચ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવના સ્થળે લોકોના ટોળા જમ્યા હતા અને સ્થળ પર આવી ગયેલી પોલીસે પણ પ્રાથમિક તપાસ કરી હતી.

