Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A car full of beer tins was caught on Ajwa Road in Vadodara

Vadodaraના આજવા રોડ પર બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ખેપિયાની કડક પૂછપરછ હાથ ધરાતા કર્યા આ ખુલાસા

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vadodaraના આજવા રોડ પર બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ખેપિયાની કડક પૂછપરછ હાથ ધરાતા કર્યા આ ખુલાસા
સોર્સ : ai

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં બીયરના ટીન ભરેલી કારને પોલીસે ઝડપી પાડી ખેપીયાની પૂછપરછ હાથ ધરતા આ જથ્થો ગોરવાના શખ્સને આપવાનો હોવાની વિગતો ખુલતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

App Store

પોલીસે કારચાલકને પકડ્યો

વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે, આજવા રોડ પરથી દારૂ ભરેલા બે વાહન પકડાયા હતા  મહાવીર હોલ પાસે પોલીસે એક કારને ચેક કરતા અંદરથી રૂ 51000 ની કિંમતના બિયરના 408 ટીન મળી આવ્યા હતા. પોલીસે કારચાલક હરેશ મેઘલાભાઈ રાઠવા (સિંહદા ગામ, કવાટ,છોટાઉદેપુર) ને ઝડપી પાડી પૂછપરછ કરતા દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા જગુએ મોકલ્યો હોવાની તેમજ ગોરવાના સોએબ શેખને આપવાનો હોવાની વિગતો ખુલતા પોલીસે મોબાઈલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.