Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Voices of protest against the dismissal of 72 outsourced employees of VMC

વડોદરા: VMCના 72 આઉટસોર્સ કર્મચારીઓને ફરજમુક્ત કરાતા વિરોધના સૂર

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
વડોદરા: VMCના 72 આઉટસોર્સ કર્મચારીઓને ફરજમુક્ત કરાતા વિરોધના સૂર
સોર્સ : GSTV

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો અને વોર્ડ કચેરીઓમાં આવક સ્વીકારવાની કામગીરી કરતા 72 આઉટસોર્સ કર્મચારીઓને છૂટા કરાતા આજે કર્મચારીઓએ કમાટીબાગ ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

App Store

મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો તથા વોર્ડ ઓફિસોમાં છેલ્લા નવ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારીત સેવા આપતા 72 કર્મચારીઓને 30 જૂનથી ફરજમુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમના પરિવારની આજીવિકા આ રોજગાર પર નિર્ભર હોવાથી નોકરી છૂટતા આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ ઊભી થશે.

કર્મચારીઓએ ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી તેમને નોકરીમાંથી છૂટા ન કરવા અથવા વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેંક મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતી મેનપાવર સેવા બંધ કરી વસૂલાત સહિતની કામગીરી અગાઉની જેમ કાયમી કર્મચારીઓ પાસેથી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ નિર્ણયના વિરોધમાં આજે કમાટીબાગ ખાતે ભેગા થયેલા કર્મચારીઓએ નોકરી પર ફરી લેવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓના જણાવ્યા અનુસાર આજથી તમામ 72 કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કરાયા છે.