Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Middle-aged man commits suicide due to harassment by loan shark in Vadodara

VIDEO : વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આધેડે આત્મહત્યા કરી

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

વડોદરાના અટલાદરા વિસ્તારના કલાલી વુડ વિસ્તારમાં કથિત રીતે વ્યાજખોરના ત્રાસથી આધેડ રાજુ ઠાકોરે આત્મહત્યા કરી લીધી હોવાના આક્ષેપ સામે આવ્યા છે. રાજુભાઈએ આત્મહત્યા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં માંજલપુરના મિહિર પર ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારના જણાવ્યા મુજબ બે વર્ષ પહેલાં 20 હજાર રૂપિયા લીધા હતા. વ્યાજ સહિત રકમ ચૂકવવા છતાં વધુ પૈસાની માંગણી કરી અવારનવાર ધમકીઓ અને માનસિક-શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. 16 જૂને રસ્તામાં રોકી માર મારી રૂપિયા અને મોબાઇલ છીનવી લેવાયા હતા. આ ઘટનાથી વ્યથિત થઈ 17 જૂને રાજુભાઈએ ઝેરી દવા પી લીધી હતી. તેમને ગોત્રી હોસ્પિટલના ICUમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. અટલાદરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsvadodaravyaj