Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Businessman swallows poison due to usurer's torture

વડોદરા: વ્યાજખોરના ત્રાસથી વેપારીએ ગટગટાવી ઝેરી દવા, 47 લાખની સામે 2.5 કરોડ ચૂકવ્યા છતાં..

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરા: વ્યાજખોરના ત્રાસથી વેપારીએ ગટગટાવી ઝેરી દવા, 47 લાખની સામે 2.5 કરોડ ચૂકવ્યા છતાં..

વડોદરામાં ખંડેરાવ માર્કેટમાં ફ્રુટની દુકાન ચલાવનાર વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે વેપારીએ 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, તેની સામે વેપારીએ 2.5 કરોડ જેટલી ચુકવણી કરી દીધી હતી. છત્તાં વ્યાજખોર સતત પઠાણી ઉઘરાણી કરતો હતો, અને સતત પ્રેશર કરતો હતો અને ધમકી પણ આપી હતી, અને કહ્યું રૂપિયા તો આપવા જ પડશે.

App Store

વેપારીએ આખરે કહ્યું કે હવે મારી પાસે આત્મહત્યા કર્યા સિવાય કોઈ જ રસ્તો

તો બીજી તરફ મેં કીધું કે હમણાં તકલીફ રૂપિયા નહી આપી શકું. આ મામલે વેપારી અને વ્યાજખોર વચ્ચે માથા પચ્ચી થઈ હતી. વેપારીએ આખરે કહ્યું કે હવે મારી પાસે આત્મહત્યા કર્યા સિવાય કોઈ જ રસ્તો નથી. મળતા આહેવાલ પ્રમાણે વ્યાજખોર વેપારીની દુકાને આવીને વાંરવાર ધમકીઓ આપતો હતો.

આ પણ વાંચો: વડોદરા: સગીરાની છેડતી કરનાર 2 આરોપીને કોર્ટે ફટકારી 7 વર્ષની આકરી સજા

સારવાર મળી જતા વેપારીનો જીવ બચી ગયો

આ ત્રાસથી ઝેરી દવા પીધી હતી. જોકે દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સદનસીબે સારવાર મળી જતા વેપારીનો જીવ બચી ગયો હતો. જોકે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વડોદરાના નવાપુરા પોલીસ મથકમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.