VIDEO: સાવલીના જૂના સમલાયામાં કેમિકલ માફિયાઓ સક્રિય: ખાડામાં ઠાલવાયું લાલ રંગનું ઝેરી પાણી
સોર્સ : gstv
વડોદરાના સાવલી તાલુકાના જૂના સમલાયા નજીક ફરી એકવાર પર્યાવરણ સાથે ચેડાં થવાની ઘટના સામે આવી છે. વરસાદની આડમાં કેમિકલ માફિયાઓએ ખુલ્લા ખાડામાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી ઠાલવ્યું છે. આ પ્રદૂષિત પાણી નજીકની મિની નદીમાં ભળવાની આશંકા સેવાઈ રહી છે, જેનાથી ગ્રામજનોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના મતે, આ પ્રદૂષણથી પશુધન, ખેતીલાયક જમીન અને સમગ્ર પર્યાવરણને ગંભીર નુકસાન થઈ શકે છે. અગાઉ પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ બની ચૂકી હોવાથી, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. તંત્ર તાત્કાલિક સ્થળ પરથી નમૂના લઈ તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે.

