Video: કચરાના વાહને વધુ એક યુવકનો ભોગ લીધો

સોર્સ: gstv

વડોદરા મહાનગરપાલિકા ના ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનના કારણે શહેરમાં વધુ એક યુવકનો ભોગ લેવાયો છે. બીલ-ચાપડ રોડ પર કચરાના ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું છે. મૃતક પ્રવીણ તડવી પોતાની માતાને મૂકવા માટે બીલ ગામે ગયો હતો. ત્યાંથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન કચરાના ટેમ્પાની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત સર્જનાર ટેમ્પા પર નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું છે.સાથે જ વાહનચાલક બિનઅનુભવી હોવાની પણ ચર્ચા છે. અગાઉ ગત મહિને પણ કચરાના વાહનની અડફેટે એક યુવકનું મોત થયું હતું. વારંવાર બનતા આવા અકસ્માતોને પગલે મહાનગરપાલિકાની કામગીરી અને વાહનચાલકોની યોગ્ય તપાસ સામે સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત