મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા: સયાજી હોસ્પિટલના તંત્રની બેદરકારી, સગર્ભા મહિલાઓને ઈટો અને પાણીમાંથી પસાર થવા મજબૂર

વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તં

તસવીર: gstv

વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે પાણી ભરેલા રસ્તા અને તેના પર મુકાયેલી ઈટો તથા પથ્થરો પરથી પસાર થવું પડી રહ્યું છે. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગનો રસ્તો નીચાણવાળો હોવાથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા કાયમી બની છે. રસ્તો ઓળંગવા માટે તંત્ર દ્વારા ઈટો અને પથ્થરો મૂકી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે, જે સગર્ભા મહિલાઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો કોઈ મહિલાનો પગ લપસે અને તે નીચે પટકાય તો તેની ગંભીર જવાબદારી કોની તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે જવાબ આપતા ઈન્ચાર્જ આર.એમ.ઓ. એ જણાવ્યું કે, રસ્તાનું સ્તર સરખું કરવા માટે પી.આઈ.યુ. ને આદેશ આપવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો