મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા:સાવલી પંથકમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લાંબા સમયના ઉકળાટ બાદ આખરે મેઘરાજાનું આગમન થયું છે. સાવલી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લાંબા સમયના ઉકળાટ બાદ આખરે મેઘરાજાનું આગમન થયું છે. સાવલી પંથકના મંજુસર, ટુંડાવ, પાલડી, લસુન્દ્રા અને નમીસરા સહિતના વિસ્તારોમાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલો આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી વહેલી વાવણીને વેગ મળશે. ચોમાસાનો માહોલ જામતાં આગામી દિવસોમાં પણ સારો વરસાદ થશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે

આ સમાચાર શેર કરો