મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરા: સાવલી તાલુકામાં જેટકોની વીજલાઈન સામે ખેડૂતો આક્રમક,

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોનાં ખેતરોમાંથી પસાર થનારી જેટકોની ટ્રાન્સમિશન લાઈનને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ખેડૂતોએ MRC કમિટી અને 4 જુલાઈ 2026ના સરકારી પરિપત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમની માંગ છે કે જમીન મૂલ્યાંકનની પ્રક્રિયા પહેલા સરકાર પ્રશ્નોની લેખિત સ્પષ્ટતા કરે અને પરિપત્રમાં સુધારો કરે. આ અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ સાવલીના મામલતદારને આવેદનપત્ર પાઠવીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે માંગણીઓ નહીં સંતોષાય તો સરકાર સાથે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. ખેતી અને જમીનને નુકસાન જવાની આશંકા વચ્ચે હવે તમામની નજર તંત્રના આગામી પગલાં પર છે.

આ સમાચાર શેર કરો