વડોદરાઃ દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો, પોલીસનું 2 રાઉન્ડ ફાયરિંગ
વડોદરાના દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હુમલો કર્યો હોવ

વડોદરાના દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બુટલેગરો દ્વારા દારૂનું કટિંગ થતું હતું એ સમયે જ મોડી રાત્રે 12.30 કલાકે બાતમીના આધારે smcએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ હુમલામાં પોલીસ દ્વારા સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ 6થી 7 બુટલેગર નાસી છૂટ્યા હતા. 3 બુટલેગરની smcએ ધરપકડ કરી લીધી છે.
આ ઉપરાંત એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે. અંદાજીત કુલ 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. ઘટનામાં નાસી છૂટેલા કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે. તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.




