મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'મારી પાસે કોઈ પાસ આવ્યા નથી અને મેં કોઈને આપ્યા નથી', વડોદરા ભાજપ નેતાની પોસ્ટ વાયરલ

વડોદરા શહેર ભાજપા યુવા મોરચાનાં પ્રમુખ પાર્થ પુરોહિતની સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ વાયરલ થઈ છે. પાર્થે પોતાની પાસે ક

'મારી પાસે કોઈ પાસ આવ્યા નથી અને મેં કોઈને આપ્યા નથી', વડોદરા ભાજપ નેતાની પોસ્ટ વાયરલ

વડોદરા શહેર ભાજપા યુવા મોરચાનાં પ્રમુખ પાર્થ પુરોહિતની સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ વાયરલ થઈ છે. પાર્થે પોતાની પાસે કોઈ ગરબાના પાસ નહિ આવ્યું હોવાનું કહીને બળાપો ઠાલવ્યો હતો. વડોદરા શહેર ભાજપા યુવા મોરચાનાં પ્રમુખ પાર્થે પોસ્ટ થકી જણાવ્યું કે મારી પાસે  ગરબાનાં એક પણ પાસ આવ્યા નથી. પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે મેં કોઈને પાસ પણ આપ્યા નથી.

મારી પાસે કોઈ પાસ આવ્યા નથી

 હાલ મોટા ગરબામાં ગરબા જોવા અને રમવા માટે ભારે તડાફડી છે, પાસની  ભારે માંગ છે ત્યારે પાર્થે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બળાપો ઠાલવતા રાજકીય ચર્ચા શરૂ થઈ છે. પાર્થ પુરોહિતે શા માટે પોસ્ટ મૂકી તે અંગે પણ અંદરો અંદર ચર્ચા ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો