અમદાવાદ: સરદારનગરમાં યુવાનની હત્યા બાદ હોબાળો, કાર્યવાહીના આશ્વાસન બાદ પરીવારે મૃતદેહ સ્વીકાર્યો
અમદાવાદ સ્માર્ટ સીટીની જગ્યાએ હવે ધીરેધીરે ક્રાઈમ સીટી બનતી જાય છે. હત્યા, આત્મહત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્

અમદાવાદ સ્માર્ટ સીટીની જગ્યાએ હવે ધીરેધીરે ક્રાઈમ સીટી બનતી જાય છે. હત્યા, આત્મહત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, તે સભ્ય સમાજ માટે ખતરારૂપ છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના સરદારનગરમાંથી સામે આવી છે. જેમાં અમદાવાદના સરદારનગર ખાતે જૂની અદાવત રાખીને પ્રિન્સ નામના યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.
સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું
પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું.પરિવારે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો. જો કે પોલીસ દ્વારા કાર્યવાહીના આશ્વાસન બાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.
પાંચ શખ્સોએ તેને રોકીને હુમલો કર્યો
પરીવારે આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સ ઘરેથી નાનીના ઘરે જતા રસ્તામાં પાંચ શખ્સોએ તેને રોકીને તેના પર હુમલો કર્યો હતો. 18 વર્ષીય યુવાન સરદારનગરના નેહરુનગરમાં વસવાટ કરતો હતો.






