Ahmedabad: વાસણામાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ; અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરી
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક સળગતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની એક સળગતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 25 વર્ષીય હિતેશ મેઘવાલ નામના યુવકની તેના જ ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા હિતેશ મેઘવાલ જ્યારે પોતાના ઘરે હતા, ત્યારે મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ અચાનક ઘરમાં પ્રવેશ્યો હતો. હુમલાખોરે હિતેશ પર ઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રાથમિક તપાસ અને આસપાસના લોકો સાથેની પૂછપરછમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. અંગત અદાવતમાં જ હિતેશને નિશાન બનાવવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ છે. ત્યારે આ મામલે વાસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




