VIDEO: Ahmedabadમાં લુખ્ખાઓનો આતંક; ચેટીચાંદ બાદ 2 યુવકો પર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના હંસોલ વિસ્તારમાં બની છે. અમદ

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના હંસોલ વિસ્તારમાં બની છે. અમદાવાદના હંસોલ વિસ્તારમાં ચેટીચાંદના પર્વ બાદ મારામારીની ઘટના સામે આવી છે. જોગણી માતાના મંદિર પાસે રેકી કરીને આવેલા લુખ્ખાઓએ બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં લુખ્ખાઓ ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડે છે.આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના હંસોલ પોલીસ ચોકીની બિલકુલ સામે જ બની હતી. જોકે, પોલીસ કર્મીઓએ તાત્કાલિક એક્શનમાં આવી તમામ લુખ્ખાઓને ઘટનાસ્થળેથી ભગાડ્યા હતા. હાલ સીસીટીવીના આધારે પોલીસે અસામાજિક તત્વોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




