મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક ડોક્ટરે તોડ્યો દમ, એસિડ પીવાયા બાદ 15 દિવસથી હતા સારવાર હેઠળ

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડો. રાજેશ પટેલનું એસિડ પી જવાના કારણે મોત ન

સુરતની સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક ડોક્ટરે તોડ્યો દમ, એસિડ પીવાયા બાદ 15 દિવસથી હતા સારવાર હેઠળ

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડો. રાજેશ પટેલનું એસિડ પી જવાના કારણે મોત નીપજ્યું છે. છેલ્લા 15 દિવસથી ડો. રાજેશ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમણે 15 દિવસ બાદ દમ તોડતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હાલ મોતને લઈને આપઘાતની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

16 માર્ચે રાત્રે એક વાગ્યાનાં અરસામાં એસિડ ગટગટાવી લીધું હતું

ડો. રાજેશ પટેલ પરિવાર સાથે અલથાણમાં આવેલી  કેનાલ રોડ પર આવેલી કોરલ હાઈટ્સમાં રહેતા હતાં. ગત 16 માર્ચનાં રોજ રાત્રે રાજેશ પટેલે કોઈ કારણસર એસિડ પીધુ હતું. બનાવની જાણ થતાની સાથે જ તેમની પત્નીએ તાત્કાલિક નજીકમાં રહેતા મિત્ર ડોક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યાં હતાં. જ્યાંથી તેઓ તાત્કાલિક તેમને સારવાર માટે ખટોદરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.પત્નીએ એસિડ ભરેલી બોટલ ઘરમાં રસોડામાં પાણીનાં બોટલ પાસે મૂકી રાખી હતી. જે ભૂલમાં પીવાઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મોતને લઈને રહસ્ય

ડો. રાજેશ પટેલને 15 દિવસથી ખાનગી હોસ્પિટલનાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા. જેમાં આજે સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ સાથે તબીબી આલમમાં શોક ફેલાયો છે. સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવે તેવી શક્યતાઓ છે.

આ સમાચાર શેર કરો