મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હ્યુમન ટ્રાફિકિંગના જાળમાંથી બોરસદની બે બહેનોનું રેસ્ક્યુ

આણંદ જિલ્લાના બોરસદની બે સગી બહેનો માટે ભારત સરકારનું 'ઓપરેશન મહીસાગર 2.0' આશીર્વાદરૂપ સાબિત થયુ

આણંદ જિલ્લાના બોરસદની બે સગી બહેનો માટે ભારત સરકારનું 'ઓપરેશન મહીસાગર 2.0' આશીર્વાદરૂપ સાબિત થયું છે. થાઈલેન્ડથી લાઓસ સુધી ફેલાયેલા હ્યુમન ટ્રાફિકિંગના ખતરનાક જાળમાં ફસાયેલી આ બંને યુવતીઓનું સફળ રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત વતન પરત લાવવામાં આવી છે. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ભારત સરકારના વિદેશ મંત્રાલય તથા ભારતીય દૂતાવાસના સતત સંયુક્ત પ્રયાસોથી આ ઓપરેશન સફળ રહ્યું છે. બંને બહેનો હેમખેમ પરત ફરતા જ સાંસદ મિતેશભાઈ પટેલે તેમના નિવાસસ્થાને જઈ પરિવારની મુલાકાત લીધી હતી. દીકરીઓ ઘેર પાછી આવતા પરિવારમાં ભારે ખુશી અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો