અમિત શાહના ફેક વીડિયો મામલે અમદાવાદ પોલીસે કરી કાર્યવાહી, જિજ્ઞેશ મેવાણીના PA અને આપ નેતાની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કેન્દ્રીય ગૃહમંત્રીની સભાના વીડિયોને વાયરલ કરનાર બે શખ્સોની ધરપકડ ક

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કેન્દ્રીય ગૃહમંત્રીની સભાના વીડિયોને વાયરલ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સોએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરી વાયરલ કર્યા હતા.
પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરી વાયરલ કર્યા
પાલનપુર પાસેથી સતીશ વર્સોલા નામના શખ્સની ધરપકડ કરી છે. સતીશ વર્સોલા જીગ્નેશ મેવાણીનો 2018થી P.A. છે. લીમખેડાથી આર.બી. બારિયાની ધરપકડ કરી છે. આર.બી. બારિયા આપમાં દાહોદ જિલ્લાનો પ્રમુખ છે.
આ મામલે અનેક આગેવાનોને નોટિસ
તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસ આ મામલે ઝડપથી કાર્યવાહી કરી રહી છે અને ઘણા રાજ્યોમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં ફેલાયો છે. એડિટેડ વીડિયોની તપાસ માટે દિલ્હી પોલીસની અલગ-અલગ ટીમોને ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને નાગાલેન્ડ મોકલવામાં આવી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા છે.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. એસસી, એસટી અને ઓબીસીની અનામતને જો કોઈ પાર્ટીએ લૂંટી છે તો તે કોંગ્રેસ પાર્ટી છે.






