મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં ‘પુષ્પરાજ’નો તરખાટ, યુનિવર્સિટી કેમ્પસમાંથી ચંદનના વધુ બે ઝાડની ચોરી

Vadodara News : વડોદરામાં ચંદનચોર પુષ્પરાજે તરખાટ મચાવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાંથી ચં

વડોદરામાં ‘પુષ્પરાજ’નો તરખાટ, યુનિવર્સિટી કેમ્પસમાંથી ચંદનના વધુ બે ઝાડની ચોરી

Vadodara News : વડોદરામાં ચંદનચોર પુષ્પરાજે તરખાટ મચાવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાંથી ચંદનના વધુ બે ઝાડની ચોરી થઈ છે. તસ્કરોબંને ઝાડના મુખ્ય ભાગને કાપીને ઉઠાવી ગયા છે. એમ. એસ.યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યોરિટી હોવા છતાં આ રીતે ચંદનના ઝાડની ચોરી થાય છે, એ જોતા અનેક સવાલો ઉભા થયા છે.  

એમ.એસ. યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળ ગઈકાલે રાત્રિના સમયે તસ્કરો ઝાડ કાપવાના હથિયારો સાથે ત્રાટક્યા હતા. ત્યારબાદ ચંદનના ઝાડને કાપીને ચોરી કરીને લઈ ગયા હતા. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં તસ્કરો ચંદનની ચોરી કરીને પલાયન થઈ જતા યુનિવર્સિટીની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ મામલે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. 

એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાંથી અગાઉ પણ ચંદનના ઝાડની ચોરી થઇ હતી. કડક પગલાં  લેવામાં ન આવતા ચુસ્ત સિક્યુરિટી વચ્ચે ફરીવાર ચંદનચોરો ચંદનના ઝાડ નહીં પણ યુનિવર્સિટી સત્તાધીશોના નાક કાપીને લઇ ગયા છે. 

આ સમાચાર શેર કરો