Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Two major cyber fraud money laundering scams exposed in Gujarat

Gujaratમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના બે મોટા કૌભાંડનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gujaratમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના બે મોટા કૌભાંડનો પર્દાફાશ
સોર્સ : gstv

ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ દ્વારા છેતરાયેલા લોકોના નાણાં સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડના બે મુખ્ય કેસનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરની SBI બેંકના એકાઉન્ટ અને જેતપુરમાં ₹14.30 લાખના ફ્રોડના નાણાંની હેરાફેરીના મામલે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે.

App Store

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ચિત્રા શાખાનું એક એકાઉન્ટ દેશભરના સાયબર ફ્રોડના નાણાં જમા કરવાનું હબ બન્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમ પોલીસના સંકલન પોર્ટલ મુજબ, કુલ ચાર સાયબર ફ્રોડની અરજીઓમાં છેતરાયેલા લોકોના રૂ. 19,54,500 જમા થયા હતા. આ એકાઉન્ટ જયેશ ભરતભાઈ જાંબુચાના નામે હતું. વધુ તપાસ દરમિયાન સંજય ધનજીભાઈ સરવૈયાનું નામ પણ ખુલ્યું હતું. જે બાદ બોરતળાવ પોલીસે તુરંત કાર્યવાહી કરીને જયેશ જાંબુચા અને સંજય સરવૈયાને ઝડપી લીધા હતા. આરોપીઓએ ચેક અને ATM મારફતે કુલ રૂ. 19,91,500/- જેટલી રકમ ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું છે. બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા આ સમગ્ર કૌભાંડની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ જેતપુર સિટી પોલીસે અન્ય એક મોટા સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં રૂ.14.30 લાખની રકમની હેરાફેરી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમાંથી 4 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે.  સુરતના મુખ્ય આરોપીઓ મુસ્તકીમ માલાણી અને તાઝીમ માલાણીએ એજન્ટોના માધ્યમથી આ નાણાં સગેવગે કરાવ્યા હતા. આ આરોપીઓ નજીવી લાલચ આપીને એજન્ટોને ATM કે ચેકબુકનો ઉપયોગ કરવા આપતા અને તેના દ્વારા ફ્રોડના નાણાં ચેકથી વિડ્રો કરાવી કેશમાં બદલાવી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ₹1,75,000ની કિંમતના ૫ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.