મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિસાવદર: બે સિંહોએ ધારી રોડ પર ગદર્ભનો કર્યો શિકાર, લોકોની વચ્ચે મારણની માણી મિજબાની

રાજ્યના વિસાવદરના રહેણાંક વિસ્તારમાં બે સિંહો આવી ચડ્યા હતા. બે સિંહોએ ગદર્ભનો શિકાર કર્યો હતો. રહેણાંક વિસ્તારમ

વિસાવદર: બે સિંહોએ ધારી રોડ પર ગદર્ભનો કર્યો શિકાર, લોકોની વચ્ચે મારણની માણી મિજબાની

રાજ્યના વિસાવદરના રહેણાંક વિસ્તારમાં બે સિંહો આવી ચડ્યા હતા. બે સિંહોએ ગદર્ભનો શિકાર કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં જાહેરમાં મારણની મિજબાની સિંહોએ માણી હતી. સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. ધારી રોડ તરફના રેલવે અંડર બ્રિજ નજીકની સોસાયટી પાસે આ ઘટના બની હતી.

 સિંહોએ લોકોની વચ્ચે જ ગદર્ભનો  શિકાર કર્યો

ગીરના સિંહો જંગલ બાદ રેવન્યુ, ગામ અને આસપાસના વિસ્તારોમાં ઘૂસીને શિકાર કરી રહ્યા છે. બંને નર સિંહોએ લોકોની વચ્ચે જ ગદર્ભનો  શિકાર કર્યો હતો. મારણ કરતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સિંહોએ શિકાર કર્યો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગીરના સિંહનો આસપાસના ગામમાં અને શહેરમાં આવી ચઢ્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રહેણાક વિસ્તારમાં સિંહોએ શિકાર કર્યો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. 

આ સમાચાર શેર કરો