મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોરવાડના કુકસવાડામાં ખુલ્લા કૂવામાં પડવાથી બે બાળ સિંહના મોત

જૂનાગઢ: ખુલ્લા કુવા સિંહો માટે મોતના કુવા બની રહ્યા હોય તેવા આંકડા સામે આવ્યા છે. ચો

ચોરવાડના કુકસવાડામાં ખુલ્લા કૂવામાં પડવાથી બે બાળ સિંહના મોત

જૂનાગઢ: ખુલ્લા કુવા સિંહો માટે મોતના કુવા બની રહ્યા હોય તેવા આંકડા સામે આવ્યા છે. ચોરવાડ નજીકના કુકસવાડામાં બે બાળ સિંહના મોત થયા છે. ચોરવાડ નજીકના કુકસવાડામાં ખુલ્લા કૂવામાં પડવાથી ચારથી પાંચ માસના બે સિંહ બાળના મોત થયા છે. 

સિંહ સંરક્ષણના દાવાઓની ખુલી રહી છે પોલ

તાજેતરમાં જ વિધાનસભાના સત્રમાં સિંહનો મોતનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં વર્ષ 2024માં સૌથી વધુ 165 સિંહના મોત થયા છે. સિંહ બાળના મોતના બનાવ અંગે વનતંત્ર દ્વારા ઢાંકપિછોડો કર્યો હતો. ગત 9 માર્ચના બનેલી ઘટના અંગે હવે ખુલાસો કર્યો છે. ગીર પશ્ચિમના ડી.સી.એફ પ્રશાંત તોમરે આ વાતને સમર્થન આપ્યું છે. આ પંથકમાં થોડા સમય પહેલા એક સાથે ત્રણ સિંહના વીજ કરંટથી મોત થયા હતા. વિધાનસભામાં વન મંત્રીએ શિકારની ઘટના બંધ થઈ ગઈ હોવાની વાત કરી હતી પરંતુ વીજ કરંટ, ખુલ્લા કુવા સિંહો માટે સૌથી વધુ જોખમી બની રહ્યા છે.

આ સમાચાર શેર કરો