મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા-હાલોલ હાઇવે પર વિચિત્ર અકસ્માત, બે ટ્રક પલટી મારતા 3 વાહન કચડાયા; બે લોકોના મોત

વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે અકસ્માતની ઘટના બનતા દંપત્તિનું મોત થયું છે જ્યારે કારની એરબે

વડોદરા-હાલોલ હાઇવે પર વિચિત્ર અકસ્માત, બે ટ્રક પલટી મારતા 3 વાહન કચડાયા; બે લોકોના મોત

વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે અકસ્માતની ઘટના બનતા દંપત્તિનું મોત થયું છે જ્યારે કારની એરબેગ ખુલી જતા અન્યનો બચાવ થયો હતો.

વડોદરાના હાલોલ રોડ પર આવેલા જરોદ ગામ પાસે અકસ્માતન બનાવ બન્યો હતો. એક સાથે પાંચ વાહનોની વિચિત્ર ઢબે એકબીજા સાથે ટક્કર થઇ હતી. ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. ઇકો કારમાં સવાર પતિ-પત્નિનું મોત થયું હતું. અકસ્માત સર્જાતા પાછળથી આવતી રિક્ષા અને ટ્રક પણ એકબીજા સાથે ટકરાઇ હતી. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા જ જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર આવેલા વાઘોડીયાના જરોદ ગામ પાસે એકસાથે 5 વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.વહેલી સવારે સામાન ભરેલી લોડીંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઇને 3 વાહનો પર પડી હતી. જેમાં રિક્ષા, ઇકો અને કાર દબાઇ ગઇ હતી. ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. અકસ્માતના પગલે ટ્રાફિક થતા વડોદરા ટોલમાર્ગ બંધ કરવાની ફરજ પડી હતી અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. 

આ સમાચાર શેર કરો