મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં હિટ એન્ડ રન ચકચારી કેસમાં રક્ષિત ચૌરસિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા શહેરમાં કારેલીબાગમાં હિટ એન્ડ રન કેસની ઘટના સર્જાઈ હતી. ગત ગુરુવારે હોળી ના દિવસે સર

વડોદરામાં હિટ એન્ડ રન ચકચારી કેસમાં રક્ષિત ચૌરસિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા શહેરમાં કારેલીબાગમાં હિટ એન્ડ રન કેસની ઘટના સર્જાઈ હતી. ગત ગુરુવારે હોળી ના દિવસે સર્જાયી હતી દુઃખદ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું જયારે સાત લોકોને ચકચારી હિટ એન્ડ રનની ઘટનામાં ઇજા થઇ હતી. પોલીસે આ મામલે કાર ચાલક રક્ષિત ચૌરસિયાના એક દિવસના આજે રિમાન્ડ પુરા થતા વધુ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

તેની કોલ ડિટેઈલ પણ કાઢવાની હોવા ઉપરાંત અન્ય કોણ કોણ કારમાં સવાર હતું તેની પણ પૂછપરછ કરવાની હોવાથી વધુ રિમાન્ડ માંગ્યા હતા. પોલીસ દ્વારા આજે રક્ષિતને ઘટના સ્થળે લઇ આવવામાં આવ્યો હતો. રક્ષિતને કારેલીબાગમાં લઇ આવતા લોકોના ટોળાં એકઠા થયા હતા. ઘટનાને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સૌથી ચોકાવનારી વાત એ છે કે સારવાર માટે તેને હોસ્પિટલમાં લવાયો હતો ત્યારે સીધો ચાલતો રક્ષિત જ્યારે ઘટના સ્થળે લાવવામાં આવ્યો ત્યારે તેને ચાલવામાં ફાંફા પડતા હોય તેમ નજરે પડ્યું હતું. રક્ષિત એક દિવસના રિમાન્ડનો સમય પસાર કરવાના તુક્કા અપનાવતો હતો એવી વાતો લોકમુખે વહેતી થઈ રહી છે. જો કે, પોલીસે તેના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરાવ્યા છે.

આ સમાચાર શેર કરો