મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીના ધારીમાં બે સગા ભાઈઓનો ફોરેસ્ટ ગાર્ડ પર નોકરી બાબતે હુમલો

અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વમાં સરસિયા રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પર બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામ

અમરેલીના ધારીમાં બે સગા ભાઈઓનો ફોરેસ્ટ ગાર્ડ પર નોકરી બાબતે હુમલો

અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વમાં સરસિયા રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ પર બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. માંણાવાવ ગામ બે શખ્સો દ્વારા સરસિયા રેંજના ફોરેસ્ટ ગાર્ડ પી.એલ.ગોસાઈ પર નોકરીએ રાખવાની બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

ફોરેસ્ટ ગાર્ડ પી.એલ.ગોસાઈ વહેલી સવારે તેમની ડ્યુટી પોસ્ટ પર હતા. જ્યારે તેઓ ફરજ બજાવી પાછા ધારી તરફ આવી રહ્યા હતા ત્યારે માંણાવાવ ગામના રહેવાસી એવા બે ભાઈઓએ ફોરેસ્ટ ગાર્ડનો રોક્યા અને તેમની સાથે માથાકૂટ કરવા લાગ્યા કે તેઓ કેમ તે ભાઈઓને નોકરી પર રાખતા નથી. તો ફોરેસ્ટ ગાર્ડે જવાબમાં કહ્યું કે તેઓ તો માત્ર એક ગાર્ડ છે અને કોઈપણ માણસને નોકરીમાં રાખવાની સત્તા તેમની પાસે નથી. નવા માણસને નોકરી પર રાખવાની સત્તા તેમના સાહેબ પાસે છે. પરંતુ તે ભાઈઓ ગાર્ડની એક વાત માન્યા નહિં અને ગાર્ડને નીચે પછાડી તેના પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું.

આ પણ વાંચો : બોટાદ: વધુ રૂપિયા કમાવવા બિલ્ડરે સોસાયટીની દિવાલ તોડી લેઆઉટ બદલ્યું, મામલો પહોંચ્યો કલેકટર કચેરીએ

ફોરેસ્ટ ગાર્ડ પી.એલ.ગોસાઈ માટે તે ભાઈઓ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલામાંથી બચીને નિકળવું એટલું આસાન ન હતું પરંતુ યેનકેન પ્રકારે પોતાનો સ્વબચાવ કરી ગાર્ડ ત્યાંથી નાસી છુટવામાં સફળ થયા અને હાંફળા ફાંફળા તેઓ પોતાની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં સારબાદ બાદ તેઓ તેમના પર હુમલો કરનાર ભાઈઓ વનરાજભાઈ બચુભાઈ વાળા અને તેમના સગાભાઈ અજિતભાઈ બચુભાઈ વાળા બંને  વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.

આ સમાચાર શેર કરો