બાયડ: ટ્યુશન સંચાલક સુસાઈડ નોટ્સ લખીને ગાયબ, ખાનગી શાળાના ટીચર્સ પર લગાવ્યા ગંભીર આરોપ
અરવલ્લી જિલ્લાના બાયડમમાં ખાનગી ટયુશન કલાસીસ ચલાવતો સંચાલક અચાનક ગુમ થયની ઘટના સામે આવી છે. M.s

અરવલ્લી જિલ્લાના બાયડમમાં ખાનગી ટયુશન કલાસીસ ચલાવતો સંચાલક અચાનક ગુમ થયની ઘટના સામે આવી છે. M.sc ગોલ્ડ મેડાલીસ્ટે બાયડની એક ખાનગી શાળાના કેટલાક શિક્ષકો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકે સોશીયલ મીડિયા પર વિવિધ પોસ્ટો લખીને શેર કરી હતી.
જેમાં ઉલ્લેખ કર્યો છે કે બાયડની ખાનગી સ્કૂલના કેટલાક શિક્ષકો મને સતત માનસિક ત્રાસ આપવાની સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
ઘટનાની જાણ થતાં જ આ M.sc ગોલ્ડ મેડાલીસ્ટો પરિવાર ચિંતામાં ગરકાવ થયો હતો. સમગ્ર બાબતને લઈને બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.






